સુજ્ઞ જ્ઞાતિજનો,

આપ સૌના સાથ સહકારથી આપની સમક્ષ "શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર" વેબસાઈટ ચાલુ કરતા  અમે અતિશય આનંદ અને હર્ષ અનુભવીએ છીએ. આજના ઝડપી યુગમાં સમયની ખેંચ હોય છે. જે વ્યક્તિ સમય ની કિંમત સમજે છે તે મહા મૂલ્યને અવશ્ય પામે છે. સૌએ પોતાના સમય નું આયોજન કરવું જરૂરી છે. આ આયોજનમાં થોડો સમય આપણા સમાજ માટે ફાળવો એ દરેક સમાજની ઉન્નતી માટે જરૂરી છે. સૌને સમાજના કાર્યમાં આગળ આવવા સૌને નમ્ર વિનંતી. દિપથી દિપ, જ્યોતથી જ્યોત પ્રગટાવીએ અને સમાજ ને પ્રકાશના પંથે દોરી આપણે સૌ સફળતા ના શિખરો સર કરીએ એવી અદમ્ય આશા.

તમે સમાજ પાસે થી શું મેળવ્યું એ ભૂલી જાવ, તમે સમાજને શું આપ્યું એ જ મહત્વ નું છે. લેનારા કરતા દેનાર મોટો હોય છે. લેનારનો હાથ નીચો હોય છે અને આપનારનો હાથ ઉપર એ નિર્ભય સત્ય છે. નાત વિના ગત નથી. જ્ઞાતિ ગંગા એ પવિત્ર પર્વ છે. તેમાં ડૂબકી લગાવી શીતળતા અનુભવો એવી અભ્યર્થના...

આપ સૌને જય ધરણીધર.

 

હોદ્દેદારશ્રીઓ

કારોબારી સભ્યશ્રીઓ

Latest News

Business Advertising​