શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુરના સભ્યોને જણાવવામાં આવે છે કે આગામી ઇનામ વિતરણ કાર્યક્રમ માટે માર્કશીટ પોતાના વિસ્તારના કારોબારીને છેલ્લી તા. ૨૦/૦૮/૨૦૨૪ સુધી જમા કરાવવાની રહેશે. છેલ્લી તારીખ પછી કોઈ પણ માર્કશીટ સ્વીકારવામાં આવશે નહિ.
ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ
૧. જો માર્કશીટમાં ફક્ત ગ્રેડ જ આપેલ હોય તો ફરજિયાત શાળામાંથી માર્ક્સ લખાવીને માર્કશીટ લાવવાની રહેશે.
૨. માર્કશીટની ઝેરોક્ષમાં તમારા ટકા દેખાય એ રીતે સારી કોપી જમા કરાવવાની રહેશે.
૩. ઇનામ માટે માર્કશીટના ટકા ધ્યાને લેવામાં આવશે. પર્સન્ટાઇલ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહિ.
૪. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, એન્જીનીયરીંગ, મેડિકલ કે અન્ય જે ઉચ્ચ શિક્ષણની ફક્ત સંપુર્ણ પૂર્ણ થયેલ ડીગ્રીની જ માર્કશીટ આપવાની રહેશે. વચ્ચેના કોઈ પણ સેમેસ્ટરની માર્કશીટ સ્વીકારવામાં આવશે નહિ.
૫. તા.૨૦/૦૮/૨૦૨૪ પહેલા માર્કશીટ જમા કરાવવાની રહેશે. પાછળથી કોઈ પણ વાત ધ્યાને લેવામાં આવશે નહિ.
૬. માર્કશીટની ઝેરોક્ષ કારોબારી સભ્યને રૂબરૂ આપવાની રહેશે. વોટ્સએપ કે અન્ય સોશીયલ મીડિયાથી મુકેલ કોપી ધ્યાને લેવામાં આવશે નહિ.
૭. માર્કશીટની પાછળ સભ્યનું પૂરું નામ, પાવતી નંબર, કારોબારી સભ્યનું નામ, મોબાઈલ નંબર ફરજિયાત લખીને આપવું.
લિ.
પ્રમુખશ્રી / મંત્રીશ્રી
વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર